'સંતાકુકડી '

મારા અંતરની જ્વાળાઓ  આક્રોશ બનીને બહાર આવે છે
મનની પીડા ક્રોધ બનીને શબ્દોમાં  ઉતરે છે
બીજા માટે છોડેલા કટાક્ષના તીર
મને જ ઘાયલ કરે છે !
જીવનના હિમાલયપથ પર શું  મેળવવું છે મારે ?
            મારી ભાવનાઓના વહેતા ધોધ રૂપી સંસારસાગરમાંથી
            સત્યરૂપી છીપ ક્યારે બહાર આવશે ?
મારા અંતર બાહ્ય અસ્તિત્વની સત્યતા
સહુ લોક કેમ જાણશે ?
ક્યાં સુધી આ દેહ આત્મા સાથે સંતાકુકડી રમશે ? 

Comments

Popular posts from this blog

'કવિતા'

इतिहास

The Best Surprise