'પ્રકૃતિ પ્રેમ'

મને પ્રેમ થઇ ગયો છે આ પ્રકૃતિ સાથે ,
પ્રકૃતિ ની પ્રત્યેક વસ્તુ સાથે !
     મને ખુબ ગમે છે આ નદી ,ઝરણા ,તળાવો ને  પહાડો 
      નીલરંગી આસમાનને નિહાળવાનું ,
      અહીંતહીં ટહેલવાનું અને પ્રકૃતિ ના સૌન્દર્યનો આસ્વાદ માણવાનું 
      મને જાણે 'ગળથૂથી 'માંથી જ વરદાન મળ્યું છે
મને ખુબ ગમે છે રંગબેરંગી ફુલો , 
ગુલાબ,મોગરો ,જાઇ  ,જુઈ ને ચંપો ---
તેમના સ્પર્શથી હું અનેરો આનંદ  અનુભવું છું  ,
તેમની સુવાસથી જાણે હું પણ મહેકી ઉઠું છું !
લીલાછમ વૃક્ષોને જોઇને મારું હૈયું હાથ નથી રહેતું 
તેમની શીતળ  છાયામાં મન મારું હરખાય છે ---
      મને ખુબ ગમે છે અહીંના  માનવો ,
     પ્રત્યેક માનવ સાથે મારે મૈત્રી કરાર કરવા છે 
      નાના શિશુઓને જોઇને મને બાળપણ યાદ આવે છે ,
      તેમની નિર્દોષતા જોઈ તેમને ચૂમવાનું મન કરે છે। 
      પશુ -પક્ષીઓ ના તો ચિત્રો દોરવાનું મન થાય છે ,
      એ નજારાને મારી નજરો માં કેદ કરવાની ઈચ્છા થાય છે
      હું પ્રકૃતિ ની પૂજારણ છું ,મને પ્રેમ છે આ પ્રકૃતિથી !
મને ખુબ ગમે છે લોકો સાથે ભળવાનું ,
હળવું મળવું સાથે સાથે જ ફરવાનું ,
સહુના જીવન માં ખુશી ફેલાવવાનું 
મને અત્યંત ગમે છે 
     મને પ્રેમ થઇ ગયો છે આ પ્રકૃતિ સાથે ,
      પ્રકૃતિની પ્રત્યેક વસ્તુ સાથે -----!

Comments

Popular posts from this blog

'કવિતા'

इतिहास

The Best Surprise